વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભલે જો બાઈડેનને જીત મળી હોય પરંતુ તેમના માટે સત્તા પર બિરાજમાન થવું સરળ નહીં રહે. તેનું કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ખુરશી છોડવા તૈયાર જ નથી. તેમણે મિશિગનમાં પણ ચૂંટણી પરિણામને લઈને કેસ દાખલ કર્યો છે. આ બધા વચ્ચે ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે તેમને ચૂંટણીમાં 73,000,000 લીગલ વોટ મળ્યા છે. પોતાના અગાઉની ટ્વીટમાં તેમણે મતની સંખ્યા 71,000,000 ગણાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોનાલ્ડ ટ્રમ્પે માર્ક એસ્પરને ડિફેન્સ સેક્રેટરી પદેથી હટાવ્યા, ક્રિસ્ટોફર મિલરને સોંપી કમાન


આવું પહેલા ક્યારેય થયું નથી
8 નવેમ્બરે પોતાની ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે પર્યવેક્ષકોને મતગણતરી કક્ષમાં જવા દેવાયા નહીં. હું ચૂંટણી જીતી ગયો છું. મને 71,000,000  લીગલ વોટ મળ્યા છે. સૌથી ખરાબ વાત એ રહી  કે અમારા પર્યવેક્ષકોને કાઉન્ટિંગ રૂમમાં જવા જ ન દેવાયા. આવું પહેલા ક્યારેય થયું નથી. હવે ટ્રમ્પનું કહેવું છે કે તેમના લીગલ વોટની સંખ્યા 73,000,000 થઈ ગઈ છે. 


Covid-19 Vaccine: ગુડ ન્યૂઝ, Pfizerની કોરોના વેક્સિન ટ્રાયલમાં 90 ટકા અસરકારક, જલદી મળી શકે છે વેચાણની મંજૂરી


આ અમે થવા નહીં દઈએ
આ બાજુ બાઈડેન બાદ હવે કમલા હેરિસે પણ અડિયલ વલણ બદલ ડોનાલ્ડ ટ્રમ્પને નિશાન બનાવ્યા છે. તેમણે કહ્યું કે અમેરિકી જનતા સ્પષ્ટ રીતે જો બાઈડેનના પક્ષમાં છે. જનતા દ્વારા બાઈડેનમાં વિશ્વાસ જતાવવો એ સાબિત કરે છે કે લોકો બદલાવ ઈચ્છતા હતા. તેમણે વધુમાં કહ્યું કે ચૂંટણી પરિણામોને લઈને કોર્ટમાં જવું કઈં બીજું નહીં પણ લોકોની ઈચ્છા અને ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિના નિર્ણયને બદલવાની કોશિશ છે જે ક્યારેય થવા દેવાશે નહીં. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube